અંકલેશ્વર: ફૂલ ગુલાબી ઠંડીમાં 4 હજાર દોડવીરો રેવા મેરેથોન 3.0માં જોડાયા !

ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓના સહયોગથી રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું જેમાં 4,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રેવા મેરેથોન 3.0નું આયોજન

  • 4 હજારથી વધુ દોડવીરો જોડાયા

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલે મેરેથોનનું કરાવ્યું પ્રસ્થાન

ભરૂચના રેવા સોશ્યલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ,અંકલેશ્વર  દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી  રન ફોર નર્મદા મૈયા અને  લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે રવિવારના રોજ રેવા મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી  ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતા રાજપુરોહિત, આયોજક મહંમદ જારડીવાલા, નરેશ પુજારા  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા અક્ષર આઇકોન ખાતેથી મેરેથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 3- 5 -16 અને 21 કિલોમીટરની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 4,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો.
Latest Stories