અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ

અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી થયેલ ઓટો રીક્ષા

New Update
chor

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી થયેલ ઓટો રીક્ષા નંબર gj 5 by 5333ની અંકલેશ્વરના કોસમડી ખાતે રહેતા સુનિલ  નાયકે ચોરી કરી છે.આ આરોપી ભરૂચીનાકા વિસ્તારમાં ફરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને તેણે ગઈ તારીખ 4 નવેમ્બર 2024ના રોજ રાત્રિના 11:30 વાગ્યે અંકલેશ્વરથી ટ્રેનમાં બેસી કોસંબા ગયો હતો અને ત્યાંથી ચાલતા ચાલતા રેલવે સ્ટેશન નજીકની એક હોસ્પિટલ પાસેથી પાર્ક કરેલ રીક્ષાની ચોરી કરી હતી.પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી વાહનચોરીના અન્ય સાત ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું.એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories