New Update
અંકલેશ્વરમાં આવેલી છે અક્ષરદીપ સ્કૂલ
અક્ષરદીપ સ્કૂલનો વિવાદ સામે આવ્યો
બાકી ફી મુદ્દે વિદ્યાર્થીને શાળામાં બેસવા દેવામાં ન આવ્યો હોવાના આક્ષેપ
આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો માચાવાયો
શાળા સંચાલકોએ તમામ આક્ષેપ ફગાવ્યા
અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષરદીપ શાળામાં 3 વર્ષથી વિદ્યાર્થીને બાકી ફી મુદ્દે શાળામાં બેસવા દેવામાં ન આવતો હોવાના આક્ષેપ સાથે AAPના આગેવાનો અમે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો
અંકલેશ્વરના અંદાડા ગામની અક્ષર દીપ સ્કૂલમાં ધોરણ-3માં અભ્યાસ કરતા બાળકના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ફી નહીં ભરતા છેલ્લા ત્રણ વર્ષથી સ્કૂલમાં બેસવા નહિ દેવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે જ ફી ન ભરાય ત્યાં સુધી લિવિંગ સર્ટીફિકેટ પણ ન અપાયું હોવાના આક્ષેપ થયા છે.આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ,અંકલેશ્વર-હાંસોટના પ્રમુખ નીતિન વસાવા સહિતના આગેવાનોને થતા તેઓએ સ્કૂલ ખાતે પહોંચી સંચાલકોને રજુઆત કરી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો. રજુઆતને પગલે સંચાલકોએ બાળકનું એલ.સી. આપવાની ખાતરી આપતા મામલો શાંત પડ્યો હતો.અંકલેશ્વર ભરૂચની અનેક ખાનગી સ્કૂલમાં શિક્ષણનું વ્યાપારિકરણ થતું હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે
આ તરફ શાળા સંચાલકોએ જણાવ્યું હતું ત્રણ વર્ષ પછી બાળકને આગળ અભ્યાસ માટે જરૂર જણાતા વાલીઓ અહીં આગેવાનો સાથે આવ્યા છે.વિદ્યાર્થીઓ કે તેના વાલીએ એલસી બાબતે લેખિતમાં રજુઆત પણ કરી નથી.જેથી એના પર કોઈ જાતનું દબાણ પણ શાળા દ્વારા કરવામાં આવ્યું નથી.