New Update
/connect-gujarat/media/media_files/2025/03/26/ShVm71XXC9BL7QKsQaU7.png)
અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ પર મોપેડ અને બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં બંને વાહનો સામ સામે ધડાકાભેર ભટકાય છે તે સહિતના દ્રશ્યો કેદ થયા છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રીએ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોપેડ અને બાઈક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક ચાલક બંને યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના આ દ્રશ્યો નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.જેમાં પૂરઝડપે આવી રહેલ મોપેડ અને બાઇક સામસામે ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાય છે તે સહિતના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અકસ્માતના આ બનાવ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
Latest Stories