/connect-gujarat/media/member_avatars/2025/08/15/2025-08-15t103839720z-download-2025-08-15-16-08-42.png )
બોઈદ્રાની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી
બોઈદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ નોંધાવ્યો કામગીરીનો વિરોધ
વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે સર્વે કરવા રજૂઆત
જમીન સર્વે હાથ ધરી યોગ્ય વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી
આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરાય : અસરગ્રસ્ત ખેડૂત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી.
કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી 765/440 KV વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના ખેડૂતોએ પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો.
જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીનો અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે. તેમ છતાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે, ત્યારે ગુજરાત સરકાર અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે.
/connect-gujarat/media/media_files/2025/09/23/screenshot_2025-09-23-08-21-31-07_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-23-09-06-37.jpg)