New Update
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની 29મી જૂને યોજાનાર ચૂંટણીમાં 8 બેઠક માટે 16 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે
ભરૂચના અંકલેશ્વર ખાતે ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો જંગ નકકી થઇ ગયો છે. 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતાં. બુધવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિન હરીફ થયાં છે.
હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા બાદ હવે 16 ઉમેદવાર મેદાનમાં રહી ગયાં છે. જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નકકી કરવા માટે મતદાન કરાવવામાં આવશે. 1250 થી વધુ મતદારો આગામી 29 મી જૂન ના રોજ મતદાન કરી 8 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે.
Latest Stories