અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારમાં દિવાળીના તહેવાર સમયે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજ રોજ સવારના સમયે શહેરમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ધુમ્મસના કારણે સવારના સમયે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો સાથે જ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ વખતે પાછોતરા વરસાદ બાદ શિયાળો જાણે મોડો શરૂ થયો છે ત્યારે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.લ વહેલી સવારના સમયે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયા સુધી મહત્તમ તાપમાનનો પારો 34 થી 37 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે ત્યારબાદ ઠંડીનું આગમન થઈ તેવી શક્યતા છે