/connect-gujarat/media/media_files/2025/01/22/cMRzOtCuHs6Hir2nl7MA.jpg)
ઉતરાયણ બાદ જ્યાં ત્યાં ફસાઈ રહેલા પતંગના દોરા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઈ રહ્યા છે. આવો જ એક બનાવ આજરોજ અંકલેશ્વરના ભડકોદ્રા ગામે પ્રકાશમાં આવ્યો હતો.ભડકોદ્રા ગામે તારની ફેન્સીંગ પર લપેટાઈ રહેલ પતંગના દોરામાં શિડ્યુઅલ શ્રેણીમાં આવતુ ઘુવડ પક્ષી ફસાઈ ગયું હતું.અહીંથી પસાર થતા સ્થાનિકોએ આ જોતા તેઓએ જાતે પક્ષીનું રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો હતો.જોકે પતંગના દોરાથી ઘવાયેલ પક્ષી બરાબર ઉડી શકતું ન હતું આથી સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતીમવન વિભાગના અધિકારીઓએ પક્ષીની સારવાર માટે તજવીજ શરૂ કરી છે.ઉત્તરાયણ બાદ હજુ પણ ઘણી જગ્યાએ તાર અથવા વૃક્ષ પર પતંગના દોરા ભેરવાઈ રહ્યા છે જેના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થવાના બનાવો બની રહ્યા છે.