આર.કે.કાસ્ટા સ્થિત રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરનું નિર્માણ
પેથોલોજી-રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
ખરીદેલા નવા સાધનો અને નવા મશીનોનું ઉદ્ઘાટન કરાયું
રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો-આમંત્રિતોની ઉપસ્થિતિ
ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, ત્યારે આજરોજ નવા ખરીદેલા સાધનો અને મશીનોનું રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2023-24 રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસીડેન્ટ રોટેરિયન રિઝવાના તલકીન જમીનદારએ શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર નામના કાયમી પ્રોજેક્ટ માટે વૈશ્વિક ગ્રાન્ટ શરૂ કરી હતી. ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં દરેક સમાજના વંચિત વર્ગને પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણમાં બજાર દર કરતાં 50 ટકાના રાહત દરે સેવા આપવામાં આવે છે, ત્યારે પેથોલોજી અને રેડિયોલોજી સેન્ટરમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
પેથોલોજી વિભાગમાં 4 નવા અતિ-આધુનિક પેથોલોજી મશીન તેમજ રેડિયોલોજી વિભાગમાં એક નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનથી આ સેન્ટર સજ્જ થયું છે, ત્યારે આજરોજ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટ, રોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ સી.એ. ભાવેશ હરિયાણી સહિત રોટેરિયન સભ્યોના હસ્તે નવા ખરીદેલા સાધનો અને મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને પણ અદ્ધતન સુવિધાઓનો લાભ લેવા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની, પરાગ શેઠ, પુનમ શેઠ, ડો. વિક્રમ પ્રેમકુમાર, ઇલા શાહ, ડૉ. અશોક કાપડિયા સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.