અંકલેશ્વર: રેડક્રોસ સોસા. દ્વારા નિકળેલ જન જાગૃતિ રથનું આગમન, યુવા મિત્રમંડળ દ્વારા કરાયુ સ્વાગત

રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું સ્વાગત

  • રેડક્રોસ સોસાયટીના રથનું સ્વાગત

  • યુવામિત્ર મંડળ દ્વારા સ્વાગત કરાયુ

  • માનવ મંદિરના હોલમાં કાર્યક્રમ યોજાયો

  • આગેવાનો અને આમંત્રીતો રહ્યા ઉપસ્થિત

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે નિકળેલ જનજાગૃતિ રથનું અંકલેશ્વરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ મોકલવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ રથનું આગમન થયું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં યુવા મિત્ર મંડળ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા, નોટીફાઇડ એરિયા ઓથો.ના ચેરમેન અમુલખ પટેલ, રેડક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ્લ શીરોયા, સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો અને આમંત્રીતો ઉસ્થિત રહ્યા હતા.માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા બાદ રથને આગળ જવા પ્રસ્થાન કરાવાયું હતું
Read the Next Article

અંકલેશ્વર:  શહેર પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીતની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશનકુમાર ઠાકોર પટેલના ઘરને ગત તારીખ-2-12-22ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

New Update
aaa

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવ પાણીની ટાંકી પાછળ રહેતા રોશનકુમાર ઠાકોર પટેલના ઘરને ગત તારીખ-2-12-22ના રોજ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

તસ્કરોએ ઘરની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો.અને મકાનમાં રહેલ રોકડા 20 હજાર તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 61 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે આ ઘટફોડ ચોરીમાં સંડોવાયેલ નેપાળી ગેંગના સાગરીત મહેન્દ્ર દિપક બીસ્ટની ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ પાસેથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.