New Update
/connect-gujarat/media/media_files/2024/11/10/QZbNTAgDmsl1E8al9UGk.jpg)
અંકલેશ્વ૨ શહેરના સુરતી ભાગોળ વાવ પાસેથી સટ્ટા બેટીંગનો જુગાર રમાડતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર શહેર “એ” ડીવીઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન બાતમી મળી હતી કે સુરતી ભાગોળ વાવ પાસે સટ્ટા બેટીંગનો જુગાર ચાલે છે” જે માહીતી આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
જ્યાં કોર્ડન કરી સટ્ટા બેટીંગના આંકડા લખવા બેસેલ બહેન તથા પકડાયેલ આરોપી શૈલેષ ઉર્ફે સલીયો વસાવાની ધરપકડ કરી રૂ.10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories