ભારત વિકાસ પરિષદની કાઉન્સિલ મિટિંગ યોજાઈ
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું મીટીંગનું આયોજન
BVPના દક્ષિણ પ્રાંતના પદાધિકારીઓ,હોદ્દેદારો સભ્યો રહ્યા ઉપસ્થિત
પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા વિચારણા કરાઈ
શાખા દ્રઢીકરણ પર મીટીંગમાં ભાર મુકાયો
અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગ ભૃગુભૂમિ શાખાનાં યજમાન પદે અંકલેશ્વર ખાતે યોજાઈ હતી. મીટીંગમાં પશ્ચિમ ક્ષેત્રીય સંગઠન મંત્રી પ્રફુલ્લગીરી ગોસ્વામીએ ઉપસ્થિત રહી પ્રાંત અને શાખાનાં પદાધિકારીઓને માર્ગદર્શન આપતા શાખા દ્રઢીકરણ પર ભાર આપવા જણાવ્યું હતું. જ્યારે પ્રાંત અધ્યક્ષ, ગુજરાત દક્ષિણનાCA હિતેશ અગ્રવાલે સમીક્ષાનાં મુદ્દાઓ ઉપર ધ્યાન દોરતા શાખાઓને કાર્યમાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત મહામંત્રી ધર્મેશ શાહએ આગામી વર્ષમાં ભારત વિકાસ પરિષદનાં કાર્યને મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી.પ્રાંત કોષાધ્યક્ષ પ્રધુમ્ન જરીવાળાએ નાણાકીય વ્યવસ્થા અંગે માહિતીઓ આપી હતી. પ્રાંતના મહિલા સંયોજિકા આયુષી સભરવાલે મહિલા કાર્ય વિકાસ અંગે માહિતીઓ પ્રદાન કરી હતી.
આ મિટીંગમાં શાખા અને પ્રાંતના કાર્ય વિસ્તાર અને વિકાસની ચર્ચાઓ થઈ હતી. આ બેઠકમાં ક્ષેત્રીય અધિકારીઓ, પ્રાંતીય પદાધિકારીગણ તેમજ પ્રાંતની 11 શાખાઓનાં અધ્યક્ષ, મંત્રી, કોષાધ્યક્ષ, મહિલા સંયોજિકાઓએ ઉપસ્થિત રહી મીટીંગને સફળ બનાવી હતી.કાર્યક્રમને સફળ વ્યવસ્થા માટે ભરૂચ શાખામાંના જિલ્લા સંયોજક નરેશ ઠક્કર, પ્રાંત મિડીયા સંયોજક યોગેશ પારીક, અધ્યક્ષ કનુ પરમાર,મંત્રી પરેશ લાડ, રૂપલબેન જોષી,ભાસ્કર આચાર્ય, ખીવારામ જોષી, કેતન ભાલોદાવાલા,અનંતાબેને જહેમત ઉઠાવી હતી.