અંકલેશ્વર : ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મિટિંગ યોજાઈ, પરિષદનાં કાર્યને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાઈ
અંકલેશ્વરની ખાનગી હોટલના સભાખંડ ખાતે ભારત વિકાસ પરિષદ,ગુજરાત દક્ષિણ પ્રાંતની કાઉન્સિલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પરિષદના કાર્યને વધુ મજબૂત બનાવવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.