અંકલેશ્વર: GIDCની ડેટોકસ કંપની નજીક ટેન્કરની ટકકરે બાઈક સવાર યુવાનને ઇજા

અંકલેશ્વરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં અંકલેશ્વર જીઆઇડીસીથી જીતાલી ગામને જોડતા માર્ગ પર ડેટોક્સ કંપની નજીક પૂર ઝડપે જતા ટેન્કર ચાલકે

New Update
truck eddi
અંકલેશ્વર જીઆઇડીસીથી જીતાલી ગામ તરફ જવાના માર્ગ પર ટેન્કર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઈક સવાર યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
Advertisment
અંકલેશ્વરમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં અંકલેશ્વર જીઆઇડીસીથી જીતાલી ગામને જોડતા માર્ગ પર ડેટોક્સ કંપની નજીક પૂર ઝડપે જતા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.આ દ્રશ્યો જોતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ તરફ ટેન્કર ચાલક નશાની હાલતમાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જીઆઇડીસી પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે
Advertisment
Latest Stories