New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું
ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ
પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત
ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.