New Update
/connect-gujarat/media/media_files/2025/03/03/fV8fRhngZPG88Dafcx6e.jpg)
અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે ગત 28 ફેબ્રુઆરીના રોજ બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટમાં લેતા બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.રોગ સાઈડથી આવી રહેલ ટેમ્પા સાથે સામેથી આવતી બાઈક ભટકાય છે આ દરમ્યાન એક કાર પર ત્યાંથી પસાર થઈ રહી છે. બાઈક અને ટેમ્પા વચ્ચેની ટક્કરમાં બાઈક ચાલક ફંગોળાઈ માર્ગ પર પટકાય છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.હાલ બાઈક ચાલક સારવાર હેઠળ છે ત્યારે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories