અંકલેશ્વર: નગર સેવા સદનમાં જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બન્યો, લોકોને અપડેટેડ દાખલા મેળવવા મુશ્કેલી

અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો ૩૦ થી ૩૫ વર્ષનો રેકોર્ડ જે રજીસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઇ ગયો છે એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળોનો ભૂકો થઇ જાય છે

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનનો રેકોર્ડ જર્જરીત

  • જન્મ મરણનો રેકોર્ડ જર્જરીત બન્યો

  • લોકોને અપડેટેડ દાખલા મેળવવા મુશ્કેલી

  • ખર્ચ અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે

  • કોંગ્રેસ દ્વારા કમિશ્નરને પત્ર લખાયો

અંકલેશ્વર નગરપાલિકામાં વર્ષો જુના જન્મ મરણની નોંધનો રેકોર્ડ જર્જરિત બની જતા અરજદારોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.દાખલા મેળવવા અરજદારોએ જટિલ પ્રક્રિયા સાથે હજારો રૂપિયાનો ખર્ચ સહન કરવાનો વારો આવ્યો છે.
તાજેતરમાં જ સરકાર દ્વારા જન્મ કે મરણના દાખલાઓને અપડેટેડ અને ઓનલાઇન બારકોડ વાળા બનાવવાના આદેશો જારી કર્યા હતા પરિણામે અંકલેશ્વર નગર સેવા સદનમાં લોકોનો ધસારો વધ્યો છે પરંતુ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉનો ૩૦ થી ૩૫ વર્ષનો રેકોર્ડ જે રજીસ્ટર્ડમાં હતો તે જર્જરિત થઇ ગયો છે એટલે સુધી કે કર્મચારીઓ જૂનો રેકોર્ડ તપાસવા ચોપડો ખોલે તો તેના કાગળોનો ભૂકો થઇ જાય છે.હવે આવા લોકોને અપડેટેડ દાખલો મેળવવા ગાંઠના ગોપી ચંદન કરવાની નોબત સર્જાય છે.
અરજદારોએ જો નવેસરથી દાખલા મેળવવા હોય તો વકીલ પાસે  સોગંદનામુ સહિત કાર્યવાહી કરી મામલતદાર પાસેથી પોતાની ઓળખ છતી કરવી પડે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર મળે તેના આધારે પાલિકા સતાધિશો અરજદારને જન્મ કે મરણનો અપડેટેડ દાખલો કાઢી આપવામાં આવે છે.
હવે સમગ્ર પ્રક્રિયામાં વકીલની ફી, નોટરી કરાવવા માટે ખર્ચ સહીત અંદાજે ચારથી પાંચ હજારનો ખર્ચ કરવો પડે છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસના નેતા જહાંગીર પઠાણે કમિશનરને પત્ર લખી જન્મ મરણના દાખલા નગરપાલિકા પાસે હયાત રેકોર્ડના આધારે આપવામાં આવે જેની સત્તા ચીફ ઓફિસરને અપાય તેવી માંગ કરી છે.
Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો