New Update
-
અંકલેશ્વરમાં સતત બીજા દિવસે કાર્યવાહી
-
તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાય
-
વાલિયા ચોકડી નજીકના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
-
ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરાયા
-
પોલીસ કાફલો સાથે રખાયો
અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજરોજ નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ વાલીયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઈવે ઓથોરીટી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ભંગારના ગેરકાયદેસર ગોડાઉન દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે સતત બીજા દિવસે નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ વાલીયા ચોકડી પર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા. ટ્રાફિકને અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ટ્રાફિકને અડચણરૂપ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું જેના કારણે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
Latest Stories