અંકલેશ્વર: કેનેરા બેંક દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે ભડકોદ્રા ગામની શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ

કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • કેનેરા બેંક દ્વારા અપાયું અનુદાન

  • શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  • ભડકોદ્રા ગામની શાળામાં યોજાયો કાર્યક્રમ

  • શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતુ
સેવા કાર્યના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે કલિંગા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને કેનેરા બેન્ક દ્વારા શૈક્ષણિક કિટનું અનુદાન આપવામાં આવ્યું હતું.જેમાં કેનેરા બેંકના મેનેજર અનુજકુમાર અને વિપુલભાઈ તેમજ તલાટી રંજનબેનના હસ્તે એજ્યુકેશન કિટનું વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ઉમાબેન,ભાષ્કર,સોમનાથભાઈ અને કનૈયાભાઈ સહિત સભ્યો, તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહયો હતો.
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા બિસ્માર માર્ગો પર થીંગડા મરવાનું શરૂ કરાયું, કેટલા દિવસ ટકે એ જોવું રહ્યું !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે

New Update
  • ભરૂચમાં ચોમાસામાં વિવિધ માર્ગો બન્યા બિસ્માર

  • વરસાદી માહોલ વચ્ચે માર્ગો પર પડ્યા ખાડા

  • મસમોટા ખાડાના કારણે વાહનચાલકો પરેશાન

  • નગરપાલિકાએ ખાડા પુરવાનું શરૂ કર્યું

  • લાખો રૂપિયાનો કરાશે ખર્ચ !

ભરૂચ શહેરમાં વરસાદી મહોલ વચ્ચે ઠેર ઠેર વિવિધ માર્ગો પર ખાડા પડ્યા છે ત્યારે નગરપાલિકાએ આખરે ખાડા પૂરવાનું અભિયાન શરૂ કર્યું છે
ભરૂચમાં વરસાદની સાથે જ નગરપાલિકાએ દર વર્ષની જેમ ખાડા પુરવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. શહેરના આઇકોનિક રોડ સહિત મુખ્ય માર્ગો પર વરસાદનના કારણે પડેલા ખાડાઓને પૂરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.નગરપાલિકા દ્વારા દર વર્ષે રોડનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવે છે પરંતુ વરસાદ શરૂ થતાં જ એ જ રસ્તાઓ ફરી ખસ્તાહાલ બની જતા હોવાથી આ અભિયાન જરૂરી બની જાય છે.
આજના દિવસે શહેરના શક્તિ સર્કલથી ભૃગુઋષિ બ્રિજના નીચે આવેલા સર્વિસ રોડ પર મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે વરસાદી માહોલ વચ્ચે લોકોને અગવડ ન પડે એ માટે ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.આવનારા સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની કામગીરી કરાશે.