New Update
-
અંકલેશ્વરમાં આવેલું છે કેન્સર સેન્ટર
-
કેન્સર સેન્ટરને અપાયું અનુદાન
-
જે.બી.કેમિકલ્સ દ્વારા અનુદાન અપાયું
-
2.5 કરોડના ખર્ચે મશીન અપાયું
-
કેન્સરના દર્દીઓને મળશે લાભ
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા રૂ.2.5 કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ અનુદાન આપવામાં આવ્યું છે.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા દાન આપવામાં આવે છે જેના ભાગરૂપે જે.બી. કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને 6D કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું. રૂપિયા અઢી કરોડના ખર્ચે લાવવામાં આવેલા મશીનનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે જે.બી. મોદી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના સી.ઇ.ઓ. નિખિલ ચોપરા, સાઇટ હેડ ભરત ધાનાણી, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તેમજ આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ અત્યાધુનિક મશીનના કારણે કેન્સરના દર્દીઓને રેડિયેશનની સારવાર ઝડપથી આપી શકાશે તેમજ વધુમાં વધુ દર્દીઓ આ ટેક્નોલોજીનો લાભ લઇ શકે છે.
Latest Stories