New Update
અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ભરૂચના ઝઘડિયાના ગોવાલી ગામનો પરિવાર સજોદ ગામે લગ્નપ્રસંગે ગયો હતો અને તેઓ સ્ટેશન પર સી.એન.જી. રીફીલ કરાવવા જતા સમયે આગ ફાટી નીકળી હતી. જોકે સી.એનજી. સ્ટેશન પર ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય સમગ્ર કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. સમય સુચકતા વાપરી પરિવાર નીચે ઉતરી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો
Latest Stories