અંકલેશ્વર: GIDCમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાય, બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર-જી.જે.05.જે.એલ 4124 આવનાર છે.

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝના ગેટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને રૂ.3.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર-જી.જે.05.જે.એલ 4124 આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 48 હજારનો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.58 લાખના મુદ્દામાલ સાથે મૂળ નેત્રંગના મોરિયાણા ગામનો અને હાલ ગોલ્ડન પોઈન્ટ એકઝોટીક બંગલોઝ ખાતે રહેતો મુકુંદ  વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વિજય મણિલાલ પટેલ અને માલજીપરા ગામના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભરૂચ: જંબુસરના MLA ડી.કે.સ્વામી અંગે કોંગ્રેસના આગેવાનની વિવાદિત ટિપ્પણી, કહ્યું બાવાને......!

પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી.

New Update
vlcsnap-2025-08-21-14h04m13s681

ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલ સભામાં પાદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગિરવંતસિંહે જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે મોંઘવારીની તેઓને ક્યાંથી ખબર પડે તેઓને પત્ની અને છોકરાઓ નથી માટે તેમને ઘરની જવાબદારી નો ખ્યાલ નહીં આવે. ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દેવકિશોર સ્વામી અંગે ટિપ્પણી કરાતા વિવાદનો મધપુડો છંછેડાયો છે. આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.