New Update
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એ કે પટેલ કંપનીના ગેટ પાસે કાર વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો
ગણેશ વિસર્જનના દિવસે બપોરના સમયે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એ.કે. પટેલ કંપનીના ગેટ પાસેથી કાર ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકનો સ્ટેરીંગ પર કાબુ ન રહેતા કાર પ્રથમ વીજ પોલ સાથે ભટકાયા બાદ ગટરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ કાર ચાલક બહાર નીકળી ગયો હતો જેમા તેનો આબાદ બચાવ થયો હતો.આ તરફ વીજ પોલ પણ નમી ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.કાર ધડાકાભેર ગટરમાં ખાબકતા નુકશાન થયું હતું.
Latest Stories