New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક આવેલ એક હોટલમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સરદાર પાર્ક નજીક હરેકૃષ્ણ હોટલમાં સાંજના સમયે રસોઈ બનાવતી વેળા રાંધણ ગેસના સિલિન્ડમાંથી અચાનક ગેસ લિકેજની ઘટના બની હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, હોટલમાં રહેલા ફાયર સેફટીના સાધનની મદદથી લિકેજ પર ક્ષણવારમાં જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટના કોઈ જાનહાની નહીં સર્જાતા લોકોએ રાહત અનુભવી હતી.
Latest Stories