New Update
/connect-gujarat/media/media_files/2025/03/01/mJrPtqLUNpd13gwxuXnD.jpg)
પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વર દ્વારા ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ , શિસ્ત અને ટીમ વર્કમાં અગ્રેસર રહે તે માટે પોદાર જમ્બો કિડ્સના સિનિયર કિન્ડર ગાર્ટનના બાળકો માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/03/01/pEYPcDe1FZfHYuo4wwYv.jpg)
જેમાં પોદાર સ્કૂલના ચેરમેન રાઘવ પોદાર માર્ગ દર્શન હેઠળ બાળકોએ સૌપ્રથમ અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન પી.આઈ પી.જી.ચાવડા તેમજ સ્ટાફને શિસ્ત, ટીમ વર્ક, પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા અને પર્યાવરણની સલામતીના મહત્વ અને નિર્ધારિત વિસ્તારમાં પ્રદૂષણ વિશે માહિતી આપતો મોડલ બનાવી તેને અભિવ્યક્ત કર્યો હતો.આ ફિલ્ડ ટ્રીપમાં પોદાર જમ્બો કિડ્સ અંકલેશ્વરના હેડ મનીષાબા ગોહિલ,શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories