અંકલેશ્વર: પબ્લિક સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
a

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સીઆરસી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

a

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરુચ પ્રેરિત સી આર સી આયોજીત બાળ વિજ્ઞાન પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 
આ પ્રસંગે અંકલેશ્વરના શાસનાધિકારી ડો.દીવ્યેશ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, અંકલેશ્વર પબ્લિક સ્કૂલના પ્રમુખ નાઝુ ફડવાલા, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક ગજેન્દૃ પટેલ,સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોષી,શાળાના આચાર્ય કવીતા કાલગુડે,શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર શહેર વિસ્તારની ખાનગી તેમજ સરકારી 24 શાળાઓએ ભાગ લીધો હતો.૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કૃતિઓ રજૂ કરાઈ હતી.
Latest Stories