અંકલેશ્વર: નગર સેવા સદનની સામાન્ય સભાનો વિવાદ, શાસકો જાણી જોઈને શુક્રવારે જ બોર્ડ મિટિંગ રાખતા હોવાના વિપક્ષના આક્ષેપ

અંકલેશ્વરમાં હવે નગર સેવાસદનની સામાન્ય સભાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે સામાન્ય સભાના દિવસ અને ટાઈમિંગ પર વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદનની બોર્ડ મિટિંગ

  • બોર્ડ મિટિંગનો વિવાદ સામે આવ્યો

  • શુક્રવારે જ બોર્ડ મિટિંગ રાખતા વિપક્ષનો વિરોધ

  • સમય અને દિવસ બદલવા કરી માંગ

  • કામો ઓછા હોવાના કારણે શુક્રવારે મિટિંગ રાખી: પ્રમુખ

અંકલેશ્વર પાલિકાની બોર્ડ મિટિંગ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે શાસકોની મનસા પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યા હતા કે શુક્રવારે નમાઝનો સમય હોવાથી શાસકો જાણી જોઈને આ જ દિવસે બોર્ડ મિટિંગ રાખે છે
અંકલેશ્વરમાં હવે નગર સેવાસદનની સામાન્ય સભાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે સામાન્ય સભાના દિવસ અને ટાઈમિંગ પર વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.અંકલેશ્વર પાલિકાની બોર્ડ મિટિંગ 25 એપ્રિલ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે.
આ બોર્ડ મિટિંગમાં 19 કામો મુકાયા છે. જેમાં હિસાબી કામો પણ હોય ભાજપ શાસકો ભ્રષ્ટાચાર સંતાડવા આ દિવસ નિયત કર્યો હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે. શુક્રવારે વિપક્ષના સભ્યોએ નમાઝ પઢવા જવાનું હોય એ જ સમયે બોર્ડ મીટીંગ રાખી તેને ઝડપી આટોપી લેવા શાસકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે.શુક્રવારનો બોર્ડ મિટિંગનો સમય બપોરે 2 વાગ્યા પછી કે બીજા કોઈ દિવસે કરવા રજુઆત કરાઈ છે.
આ સમગ્ર વિવાદ અંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે પણ પ્રતિક્રિયા આપી હતી. પાલિકા પ્રમુખે બોર્ડ મિટિંગ 11 વાગ્યાની અને ઓછા મુદ્દા હોય ત્યાર પછીની બે દિવસની રજાને ધ્યાને લઇ આયોજિત કરાઈ હોવાનો ખુલાસો કર્યો છે.
Read the Next Article

ભરૂચ: વિતેલા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

New Update
2 varsad

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો.

ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 18 મી.મી.આમોદ 7 મી.મી.વાગરા 1 ઇંચ ભરૂચ 21 મી.મી.ઝઘડિયા 1 ઇંચ.અંકલેશ્વર 1 ઇંચ.હાંસોટ 17 મી.મી..વાલિયા 1 ઈંચ અને નેત્રંગમાં 9 મી.મી.વરસાદ નોંધાયો હતો