ક્રાઇમ બ્રાન્ચે રાજપીપળા રોડ પરથી હાંસોટના બુટલેગરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને રૂ.2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

New Update

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે હાંસોટના બુટલેગરને રૂ.2.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટનો બુટલેગર મોહમંદ શોએબ ઉસ્માન ગની શેખ ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9065માં વિદેશી દારૂનો જથ્થો ભરી દઢાલ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના 480 નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે 48 હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ 2.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી હાંસોટના ખિડકી ફળિયામાં રહેતો મોહમંદ શોએબ ઉસ્માન ગની શેખની ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો કાગદીવાડમાં રહેતો શાહરુખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશિલાબેન નામની મહિલાને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી 
Read the Next Article

ભરૂચ: અષાઢી બીજે 6 સ્થળોએથી નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા, પોલીસ ડ્રોન કેમેરાથી રાખશે નજર

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે અષાઢી બીજના

New Update

ભરૂચમાં આવતીકાલે કરવામાં આવ્યું આયોજન

6 સ્થળોએથી રથયાત્રાનું આયોજન

પોલીસનો રહેશે ચુસ્ત બંદોબસ્ત

ડ્રોન કેમેરાથી રાખવામાં આવશે નજર

700થી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત

અષાઢી બીજ નિમિત્તે ભરૂચ જિલ્લામાં છથી વધુ રથયાત્રા નિકળશે જેને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આવતીકાલે અષાઢી બીજના પાવન દિવસે ભરૂચ જિલ્લાભરમાં વિવિધ સ્થળોએ કુલ 6 રથયાત્રાઓ યોજાવાની છે. ભરૂચ શહેરમાં ત્રણ, અંકલેશ્વરમાં બે તથા ઝઘડિયામાં એક રથયાત્રા યોજાવાની છે. ભક્તિભાવ અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.ભરૂચ શહેરની અતિ પૌરાણિક ગણાતી દત્ત મંદિરથી ભોઈવાડ સુધીની રથયાત્રાના માર્ગ પર આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. આ ફ્લેગ માર્ચ ફુરજા ચોકથી શરૂ થઈ લાલ બજાર, ચકલા, હાથીખાના બજાર, અને સોનેરીમહલ સુધી યોજાઈ હતી. સમગ્ર ફ્લેગ માર્ચ ડીવાયએસપી  સી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી.રથયાત્રા દરમ્યાન પોલીસ બંદોબસ્તમાં 3 ડીવાયએસપી, 8 પીઆઈ, 23 પીએસઆઈ, 456 હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ જવાનો સાથે 266 હોમગાર્ડનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર યાત્રામાર્ગ ઉપર નજર રાખવામાં આવશે.