New Update
અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી
ચોરીનો ભંગાર ભરેલ ટેમ્પો ઝડપી પાડ્યો
બુલેટ ટ્રેન પ્રોજેકટ સાઇટ પરથી કરી હતી ચોરી
રૂ.5.90 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના પુનગામ પાટિયા પાસેથી ભંગાર ભરેલ ટેમ્પો મળી કુલ 5.90 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં કેટલાક ઈસમો બુલેટ ટ્રેન પ્રોજેકટ સરફુદ્દીન ખાલપીયા સાઇટ પરથી ચોરીનો સામાન કટિંગ કરી ટેમ્પોમાં ભરી જુના પુનગામ થઈ અંકલેશ્વર તરફ જનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 2600 કિલો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો.
પોલીસે આઇસર ટેમ્પોમાં સવાર અને ગડખોલ ગામના જનતા નગર ખાતે રહેતો ચંદ્રશેખર માનસિંગ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિને ભંગાર અંગે પૂછપરછ કરતા આ સરફુદ્દીન ખાલપીયા ગામના 11 ઈસમોએ જથ્થો નર્મદા નદીના કિનારે બુલેટ ટ્રેન પ્રોજેકટનો સંગ્રહ કરી રાખેલ સરસામાન ગેસ કટરથી કાપી ભેગું કર્યું છે.જે જથ્થો રાજપાલ નામના ફોન આવવાથી લેવા ગયા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે 75 હજારનો ભંગાર અને ફોન તેમજ ટેમ્પો મળી કુલ 5.90 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories