New Update
/connect-gujarat/media/media_files/2025/08/01/kharach-village-2025-08-01-19-02-49.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમા હતી દરમ્યાન બાતમી મળી હતી કે હાંસોટના ખરચ ગામથી પાંજરોલી ગામ તરફ જતા રોડની બાજુમાં આવેલ ક્રીસ્ટોન એલ્યુમીનીયમ કંપનીમાં બે પીકઅપ ગાડીમાં બીલ વગર ભંગાર ભરીને આવેલ છે અને બંને બોલેરો પીકઅપ ગાડી કંપનીના ગોડાઉનમાં હાજર છે.જેના આધારે દરોડા પાડતા ભંગાર ૩૭૪૦ કિ.ગ્રામ કિ.રૂ. ૧૧,૨૨,૦૦૦ તથા બે બોરેલો ગાડી તથા બે મોબાઈલ ફોન મળી કુલ કિ.રૂ. ૧૭,૩૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાતજ ધરવામાં આવી છે.
ઝડપાયેલ આરોપીઓના નામ:-
(૧) ઈકરામ નુરમહંમદ અલવીર ઉ.વ.૩૪ હાલરહે. પ્લોટ નંબર ૭૫ શીતલનગર સી.એન.જી પંપ નજીક નવસારી રોડ સચીન સુરત મુળરહે. જમાલગઢ તા.પુનહાના જી. મેવાત નુહ (હરિયાણા)
(૨) વસીમખાન નામદારખાન પઠાણ ઉ.વ. ૩૮ રહે. પ્લોટ. નંબર ૮ બ્લોક નંબર.૨૦ પ્રતાપનગર લીંબાયત ઉઘના સુરત
Latest Stories