અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની જીતાલી ગામેથી કરી ધરપકડ

ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી

New Update
ank crime
ભરૂચ એલસીબીએ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો 
ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી પોતાના ઘરે હાજર છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.અને જીતાલી ગામની નવી નગરીમાં રહેતો ફ્રાંન્સીસ ઉર્ફે ફનો ઝેમ્સ વસાવાને ઝડપી પાડી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.