અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું,રૂ 14 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • અંકલેશ્વરમાં પાડવામાં આવ્યા દરોડા

  • કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

  • રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત

  • 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ 

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાં આવેલ કે.એન્ડ કંપનીમાં ટેન્કરમાંથી કોસ્ટિક સોડાની ચોરી કરવામાં આવી રહી છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે કેમિકલ મળી કુલ 14.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બે ઇસમો પાસરનાથ સોહનનાથ પ્રધાન અને પ્રભાકર રામચંદ્ર મહતોને ઝડપી પાડી બંને ઇસમોને તાલુકા પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.કેમિકલ ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાંથી ટેન્કરમાં ભરી સુરત ડિલિવરી કરવાની હતી જો કે ટેન્કર ચાલકની મિલીભગતથી અધવચ્ચેથી જ કેમિકલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories