અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો, 3 ઇસમોની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે   અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો

New Update
guj ank
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે   અંક્લેશ્વર જી.આઇ.ડી.સી.માં ને.હા.નં. ૪૮ ની બાજુમાં આવેલ લક્ષ્મી ઓટો બોડી બિલ્ડર્સ કંપનીમાં નવ દિવસ અગાઉ વેલ્ડીંગ મશીનના વાયરની થયેલ ચોરીમાં મુકેશ ઉર્ફે નાનો રતનભાઈ ભુરીયા તથા તેનો મિત્ર સંડોવાયેલ છે.
જેમાં મુકેશ ઉર્ફે નાનો ભુરીયા હાલમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં રચનાનગર રેલ્વે ફાટક પાસે જોવા મળ્યો છે જેના આધારે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી.આરોપીઓએ ચોરીનો સામાન ભંગારીયા સિરાજ અંસારીને આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની અને  અન્ય ઈસમ કનૈયા લક્ષ્મણભાઈ પ્રસાદની પણ અટકાયત કરવામાં આવી છે.પોલીસે આરોપીઓ પાસે રૂ.7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories