અંકલેશ્વર : છાપરા ગામ ખાતે પુનઃ હાટ બજાર શરૂ કરવાની માંગ,વેપારીઓએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

હાટ બજારમાં ધંધો કરીને પેટીયુ રળતા વેપારીઓએ પુનઃ એકવાર હાટ બજાર શરૂ કરવાની માંગ કરી છે.અને આ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને છાપરા ગામે પુનઃ હાટ બજાર શરૂ કરવા માટેની રજૂઆત કરી

New Update
  • હાટ બજારના વેપારીઓમાં નારાજગી

  • મામલતદારે હાટ બજાર કરાવ્યું હતુ બંધ

  • વેપારીઓએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

  • છાપરા ગામ ખાતે હાટ બજાર પુનઃ શરૂ કરવા કરી માંગ 

  • વેપારીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ આપી ચીમકી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છાપરા ગામ ખાતે બંધ કરાયેલા હાટ બજારને પુનઃ શરૂ કરવાની માંગ ઉઠી છે. અને છૂટક ધંધાર્થીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના છાપરા ગામની હદમાં હાટ બજાર ભરાતું હતું,પરંતુ મામલતદાર દ્વારા કેટલાક ચોક્કસ કારણોને લઈને આ બજાર બંધ કરાવી દેવામાં આવ્યું હતું,પરંતુ હાટ બજારમાં ધંધો કરીને પેટીયુ રળતા વેપારીઓએ પુનઃ એકવાર હાટ બજાર શરૂ કરવાની માંગ કરી છે.અને આ વેપારીઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને છાપરા ગામે પુનઃ હાટ બજાર શરૂ કરવા માટેની રજૂઆત કરી છે.

વધુમાં હાટ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે હાટ બજાર બંધ કરવા અંગેની યોગ્ય તપાસની માંગ પણ કરી છે,અને આવનાર સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વેપારીઓએ ઉચ્ચારી છે.

Latest Stories