અંકલેશ્વર: ઉદ્યોગોના પ્રદુષણ અને ગરમીના કારણે આંબા પરનો મોર બળી ગયો, ઉત્પાદનમાં 70 ટકા ઘટાડાની શક્યતા

અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઉચે જઈ રહયો છે. ગરમીના કારણે આંબામાં  રોગ આવી જતાં કેરીના ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે.

New Update
  • અંકલેશ્વરમાં કેરીના પાકને વ્યાપક અસર

  • વધારે ગરમીના કારણે અસર પહોંચી

  • આંબા પરનો મોર બળી ગયો

  • ઉદ્યોગોનું પ્રદુષણ પણ જવાબદાર

  • કેરીના ઉત્પાદનમાં 70% ઘટાડો નોંધાય એવી શક્યતા

Advertisment
અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પારો ઉચે જઈ રહયો છે. ગરમીના કારણે આંબામાં  રોગ આવી જતાં કેરીના ઉત્પાદનમાં 70 ટકાનો ઘટાડો થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. આ સાથે જ ઉદ્યોગોના પ્રદુષણની અસર પણ કેરીના પાક પર વર્તાય રહી છે
અંકલેશ્વર પંથકમાં આ વર્ષે શરૂઆતના તબક્કામાં આંબાવાડીમાં વ્યાપક પ્રમાણમાં મંજરી ફુટી નિકળતા ખેડૂતો ગેલમાં આવી જઇ આ વર્ષે કેરીનો પાક વધુ આવશે એવી આશા સાથે તનતોડ મહેનત કરવા મંડી પડ્યા હતા. પરંતુ વાદળછાયા વાતાવરણ, કમોસમી વરસાદ, અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પરથી મોર ખરી પડવાનો સિલસિલો શરૂ થયો હતો. વધુ પાક મળે તે માટે ખેડૂતોએ સમાંયતરે દવાનો પણ છંટકાવ કરતા વાતાવરણને કારણે દવાની પણ અસર નહી થવાથી જંતુઓના ઉપદ્રવને લઇ ખેડૂતોની ચિંતા વધારી છે. એટલું જ નહી પણ પાકને નુકશાનની પણ ભિતિ વર્તાઈ રહી છે.
અંકલેશ્વરના જુના દીવા -બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, -બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસીયા, માંડવા સહીત -અંકલેશ્વરના 25થી વધુ ગ્રામીણ -વિસ્તારો લંગડો, કેસર, હાફૂસ,રાજાપુરી, દશેરી, સહિતની 25થી વધુ જાતની કેરીનું ઉત્પાદન થાય છે.ચાલુ વર્ષે સૌ પ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોપવા નામનો રોગ આવતા મોર બળી ગયો છે. વાતાવરણ થઇ રહેલા બદલાવને લઈ કેરી પાક મોર ખરી પાડવાની સાથે ગળતર ચાલુ થઈ છે જેને લઈ કેરીનું ઉત્પાદન ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન માં 70 % જેટલો માતબર ધટાડો થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે ખેડૂતોએ ઉદ્યોગોના પ્રદૂષણને પણ જવાબદાર ઠેરવ્યું છે. ઉદ્યોગોના પ્રદૂષણના કારણે કેરીનો મોર બળી ગયો હોવાની શક્યતા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
Advertisment
Latest Stories