અંકલેશ્વર: એનવાયરો પ્રીઝર્વેશન સોસાયટી દ્વારા પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ, ઉદ્યોગ અગ્રણીઓએ આપી હાજરી

સેમિનારના વિવિધ સેશન્સ દરમ્યાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉદ્યોગ મંડળના હોલ ખાતે આયોજન

  • પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ

  • વિવિધ મુદ્દે કરાય ચર્ચા

  • ઉદ્યોગ અગ્રણીઓએ આપી હાજરી

અંકલેશ્વરમાં બે દિવસીય પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એનવાયરો પ્રીઝર્વેશન સોસાયટીના ઉપક્રમે બે દિવસીય પર્યાવરણીય સેમિનારનો પ્રારંભ થયો હતો.જેનુ ઉદઘાટન અંકલેશ્વર જીપીસીબીના રીજયોનલ ઓફિસર જીજ્ઞાશા ઓઝાએ કર્યું હતુ.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રેરિત અંકલેશ્વર એનવાયરો પ્રીઝર્વેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા બે દિવસીય સેમિનારનુ દીપ પ્રગટાવીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રવર્તમાન સમયમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની એડવાન્સ ટેક્નોલોજી ઉપર યોજાયેલ આ સેમિનારમાં અંદાજે ૫૦૦ જેટલા  ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ સેમિનારના વિવિધ સેશન્સ દરમ્યાન ઉદ્યોગોમાં વેસ્ટ વોટર મેનેજમેન્ટ અને વેસ્ટ ટુ રિકવરી તેમજ પર્યાવરણની જાળવણી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.આ સમારોહ દરમ્યાન અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ ચેરમેન અમુલખ પટેલ, ઉદ્યોગ અગ્રણીઓ એન. કે. નાવડીયા,અશોક પંજવાની,  એઇપીએસ ના ચેરમેન અતુલ બુચ,ડીપીએમસીના કો ઓર્ડીનેટર વિજય આસર સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories