New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
GSPCના પ્રોજેકટ માટે આયોજન
પર્યાવરણીય લોક સુનવણી યોજાય
ગણ્યા ગાંઠ્યા લોકો જ રહ્યા હાજર
લોક સુનવણી રદ્દ કરવા માંગ
અંકલેશ્વર તાલુકાના ગામોમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ.205 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પરીયોજના અંગે યોજાયેલ લોક સુનવણી વિવાદિત બની હતી.70 અસરગ્રસ્ત ગામ પૈકી માંડ 10 ગામના પ્રતિનિધિઓ જ હાજર રહ્યા હતા
અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે આજરોજ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની 70 આરગ્રસ્ત ગામો માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં પાંખી હાજરીને જોતા ઉપસ્થિત સ્થાનિક લોકોએ આ લોક સુનાવણીને રદ કરી પુનઃ નવેસરથી યોજવાની ભાર પુર્વક માંગણી પ્રાંત અધિકારી તેમજ જીપીસીબીના રીજીયોનલ અધિકારી સમક્ષ કરી હતી.
આ લોક સુનાવણીમાં માંડ 10 જેટલા ગામના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.જેઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની દ્વારા આ લોક સુનાવણી અંગે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોને જાણ સુધ્ધા કરી નહોતી. લોક સુનાવણી માટે જરૂરી સભ્ય સંખ્યા હાજર નહોતી. જેથી આ લોક સુનાવણી રદ કરી તેનુ ફરી આયોજન કરવુ જોઈએ. ઉપસ્થિત ગામના પ્રતિનિધિઓએ આ પરિયોજનાને કારણે ખેડૂતોની જમીનને થનાર નુકશાન તેમજ પર્યાવરણને થનાર નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ધારદાર રજુઆત કરી હતી.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અંકલેશ્વર તાલુકાના દીવી, દિવા,અંકલેશ્વર,આંબોલી અને બોઈદ્રા જેવા ગામોની જમીનો સંપાદન કર્યા બાદ ૧૨ જેટલા કુવાઓનું ડ્રિલિંગ કરી ક્રૂડ ઓઇલનો પ્રતિ દિવસ ૨૪૦ ઘન મીટર જથ્થો તેમજ એસોસિએટ નેચરલ ગેસ ૬૦ હજાર ઘન મીટર પ્રતિ દિવસના ઉત્પાદન માટેની પરિયોજના અંગે કામગીરી હાથ ધરી છે.
Latest Stories