New Update
અંકલેશ્વરમાં ફરી આગનો બનાવ
ગડખોલ વિસ્તારમાં લાગી આગ
સહજાનંદ કોમ્પ્લેક્ષની દુકાનોમાં આગ
4-5 દુકાનોમાં આગ ફાટી નિકળી
ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
અંકલેશ્વરના ગડખોલ ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી.ચારથી પાંચ દુકાનોમાં આગ ફાટી નીકળી હતી જેના પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો
અંકલેશ્વરમાં ફરી એક વાર આગનો બનાવ બનતા દોડધામ મચી જવા પામી છે.અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં ટી બ્રિજ નીચે આવેલ સહજાનંદ કોમ્પલેક્ષમાં મોડી રાત્રિના સમયે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. એક દુકાનમાં ફાટી નીકળેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણથી ચાર જેટલી દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર નગર સેવા સદન તેમજ ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણવા મળી શક્યું નથી.આ તરફ મોડી રાત્રે લાગેલી આગના પગલે કોઈ જાનહાની ન થતાં સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.
Latest Stories