New Update
વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીની મુલાકાત
અંકલેશ્વર જીઆઇડીસીની લીધી મુલાકાત
અધિકારીઓ સાથે યોજી બેઠક
વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા વિચારણા
પ્રદુષણ માટે માત્ર ઉદ્યોગો જવાબદાર ન હોવાનું નિવેદન
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી.તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, GPCBના રિજિયોનલ ઓફિસર ડો. જિજ્ઞાશા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા.
બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા–વિચારણા કરવામાં આવી હતી.ઉદ્યોગોમાં પર્યાવરણસંલગ્ન પાલન સુધારવા અને નવા પગલાં અમલમાં મૂકવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા.
જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.અંકલેશ્વરમાં સતત વધી રહેલા AQI અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ આશ્વર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર GIDCને AQI વધારાનો જવાબદાર ગણવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ AQIમાં ગણાય છે.
Latest Stories