New Update
અંકલેશ્વરમાં આવેલું છે ગણેશજીનું મંદિર
ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
આજરોજ અંગારકી ચોથની ઉજવણી
ગણેશ યાગ સહિતના ક્રાર્યક્રમો યોજાયા
ભાવિક ભક્તોએ લીધો લાભ
અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
આજરોજ મંગળવાર અને ચતુર્થીનો સુભગ સમન્વય... અંગારકી ચોથ. અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્નહર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા.
હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતીક છે.અહીં જમણી સૂંઢ વાળા ગણપતિ બિરાજમાન છે, સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુંદાળાદેવની આરાધનામાં લીન બન્યા હતા.
આ પ્રસંગે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર દુંદાળાદેવની આરાધના કરવામાં આવી હતી.
Angaraki Chauth | Ganesh Yagna | Kshipra Ganesh Temple Ankleshwar | Ankleshwar News
Latest Stories