અંકલેશ્વર: GIDC પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 9 માસથી ફરાર આરોપીની કરી ધરપડક

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર  આર.એચ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી કેસ કાગળોનો અભ્યાસ કરી ટેક્નીકલ

New Update
11 ankl
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર  આર.એચ.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો બનાવી કેસ કાગળોનો અભ્યાસ કરી ટેક્નીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી નાસતા- ફરતા આરોપીઓ બાબતે માહિતી એકત્ર કરવામાં આવી હતી. તેના આધારે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતો-ફરતો આરોપી જેનું CRPC ક.૭૦ મુજબનું વોરન્ટ પણ મેળવવામાં આવ્યુ હતું.તે ગૌરવ ઉર્ફે મુરઘી ઉર્ફે ગોરીયા ગોંડ હાલ રહે. મીરાનગર સારંગપુરને બાતમીન આધારે જીઆઇડીસી પોલીસની સર્વેલન્સ સ્ટાફની ટીમે ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories