/connect-gujarat/media/media_files/2025/03/22/txL20LQkqLnyZkPDwN0h.jpeg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે છોટા ઉદેપુર પોલીસ પાસેથી વાહન ચોરની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
છોટાઉદેપુરના જોજ પોલીસને બાતમી મળી હતી કે નમ્બર પ્લેટ વિનાની બાઇક લઈ એક ઇસમ દુણથી મીઠીબોર ચેક પોસ્ટ થઈ મધ્ય પ્રદેશ તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે મીઠીબોર ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી જરૂરી દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ઇ-ગુજકેટમાં ચેક કરતા બાઈક અંકલેશ્વરના સારંગપુર શાંતિ નગરમાં રહેતા દેવ નારાયણ ત્રિપાઠીના નામે રજિસ્ટ્રેશન હોઈ પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસનો સંપર્ક કરતા પોલીસે જોજ પોલીસ પાસેથી વાહન ચોર અને ઢોર કુવા ગામના ભૂરા રાવજી નાયકની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.