અંકલેશ્વર: GIDC પોલીસે જીતાલી ફાટક પાસેથી રૂ.1.18 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં સંડોવાયેલ બુટલેગરની કરી અટકાયત

બાતમીના આધારે પોલીસે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી 1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો

New Update
Bootlegger Arrest
અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ-10મી જુનના રોજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે જીતાલી ગામે ડ્રીમસીટીમાં રહેતી સવિતા મેઘનીરાય યાદવ પરપ્રાંતિય ઈગ્લીંશ દારૂનો જથ્થો લાવી તેના માણસો દ્રારા રીક્ષા નંબર GJ-16-AX-0057 માં ભરી દઢાલ ગામે રહેતા અબ્દુલ કાદીર ઉર્ફે કાદર ઈબ્રાહીમશા દિવાનને પહોંચાડવા માટે જવાના છે.
જે  બાતમીના આધારે જીતાલી ફાટક પાસે વોચ ગોઠવતા બાતમી વાળી રીક્ષાને પકડી અંદરથી 1.18 લાખનો દારૂ અને રીક્ષા મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે કુલ 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ સારંગપુર ગામની વિહાર ધામ સોસાયટી રહેતો રીક્ષા ડ્રાઈવર દિલીપ સોમા પરમારને ઝડપી પાડ્યો હતો.