અંકલેશ્વર: સરકારી સ્કુલની વિદ્યાર્થીનીનું સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં સિલેક્શન, સ્મૃતિ મંધાના છે ફેવરિટ ક્રિકેટર

અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બી.સી.સી.આઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે.

New Update
  • અંકલેશ્વરની સરકારી શાળાની વિદ્યાર્થીની પસંદગી

  • સ્ટેટ વુમન ટીમમાં પસંદગી કરવામાં આવી

  • આગામી સમયમાં BCCIની ટુર્નામેન્ટમાં રમતી જોવા મળશે

  • માતા પિતા બોડી બિલ્ડીંગ સાથે સંકળાયેલા છે

  • ટીમ ઇન્ડિયા વતી રમવાનું લક્ષય

અંકલેશ્વરની સરકારી સ્કુલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે ત્યારે ટૂંક સમયમાં તે BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બી.સી.સી.આઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે.
ઉપાસના પટવર્ધન GCAની Under -15 વુમેન્સ ટીમ માટે પસંદગી પામી છે.ઉપાસના છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિયેશનનાની GCA કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે.ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે.ઉપાસના GCA ની અંડર 15 ટીમ સાથે છત્તીસગઢનાં રાયપુરમાં રમાયેલ BCCIની under 15 વિમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
ઉપાસના પટવર્ધન નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે તેના માતા પિતા બોડી બિલ્ડીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે ત્યારે તે વર્ષ 2019થી ક્રિકેટ રમી રહી છે. વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું ત્યારબાદ અભ્યાસ કરવોએ તેની દિનચર્યા બની ગઈ હતી ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીએ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીના ખેલાડી સ્મૃતિ મંધાના છે.
જ્ઞાનદીપ અનુપ કુવરબા શાળાના આચાર્ય જયેશ પટેલે જણાવ્યું હતું કે આ દીકરી અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે અને પહેલેથી તે ક્રિકેટ રમતી હતી ત્યારે ગુજરાતની ટીમમાં તેની પસંદગી થતાં તેને શાળા સહિત સમગ્ર અંકલેશ્વર પંથકનું નામ રોશન કર્યું છે.
Latest Stories