-
ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા
-
મકાન દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોર ઝડપાયા
-
સુરત અને ભરૂચમાં ચોરીના ગુનાઓને આપ્યો હતો અંજામ
-
રૂ.13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
-
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેર અને સુરત શહેરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી શટર તોડ ટોળકીના બે રીઢા સાગરીતો સહિત એક લબરમુછીયાને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ-19મી જુનના રોજ રાતે નંદેલાવ રોડ ઉપર શુકન રેસિડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ 1થી 3 દુકાનોને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદેલાવ રોડ ઉપર ફરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે 13 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુરતના કતારગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિશ ઉર્ફે ડેનિયો ભુપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબરમુછીયાને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલા રીઢા ગુનેગારો અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાની વૃત્તિ ધરાવે છે.ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.