અંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલને રૂ.80 લાખના ખર્ચે આરોગ્યને લગતા સાધનોનું દાન અપાયું

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટને બોરોસીલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂપિયા 80 લાખના ખર્ચે આરોગ્યના વિવિધ સાધનોનું દાન આપવામાં આવ્યું છે

New Update
  • અંકલેશ્વરમાં આવેલી છે સરદાર પટેલ હોસ્પિટલ

  • હોસ્પિટલને દાન આપવામાં આવ્યું

  • બોરોસીલ કંપની દ્વારા દાન અપાયું

  • રૂ.80 લાખના આરોગ્યના સાધનોનું અપાયું દાન

  • ટ્રસ્ટીઓ અને કંપનીના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટને બોરોસીલ ગ્રુપ ઓફ કંપની દ્વારા રૂપિયા 80 લાખના ખર્ચે આરોગ્યના વિવિધ સાધનોનું દાન આપવામાં આવ્યું છે
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયટને બોરોસીલ ગ્રુપ ઓફ કંપની તરફથી 80 લાખ રૂપિયાના પેશાબ, કિડની, પથરી અને પ્રોસ્ટેટને લગતા રોગોની સારવારમાં ઉપયોગી એવા અદ્યતન સાધનોનું દાન આપવામાં આવ્યું. આ સાધનોમાં થુલીયમ લેસર મશીન, યુરેટરો રેનોસ્કોપ, બાઈપોલર કોટ્રી મશીન અને કાર્લ સ્ટ્રોરઝના વર્કિંગ એલિમેન્ટ જેવા અદ્યતન સાધનોનો સમાવેશ થાય છે. આ સાધાનોના ઉપયોગથી પેશાબ, કિડની, પથરી, પ્રોસ્ટેટ અને પ્રોસ્ટેટ કેન્સરને લગતા રોગોનું લેસર સર્જરી દ્વારા નિદાન કરવામાં આવશે.આ પ્રકારની સર્જરી કોઈપણ જાતના વાઢકાપ વગર થતી લેસર સર્જરી છે,  યુરોલોજિસ્ટ ડૉ .શેષાંગ પટેલ થકી સરદાર પટેલ હોસ્પિટલ & હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભરૂચ જિલ્લાનું સૌ પ્રથમ એડવાન્સ યુરોલોજી સેન્ટર કાર્યરત થયેલ છે.
આ પ્રસંગે બોરોસીલ ગ્રુપ તરફથી  કિરણ ખેરુકા, ચેરમેન પ્રદીપજી ખેરુકા, સંતોષ તીબદેવાલ, હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, હરીશ મહેતા, ચંદ્રેશ જોશી, આરીફ વઝીફદાર તેમજ આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા