New Update
ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલી છે હોટલ
હોટલ રીવેરા ગ્રીનનો વિવાદ
હોટલને બૌડા દ્વારા સીલ કરવામાં આવી
બાંધકામ અંગે પરવાનગી લેવામાં આવી ન હતી
ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ફફડાટ
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર ગડખોલ પાટીયા પાસે આવેલ હોટલ રિવેરા ગ્રીનને બૌડા દ્વારા સીલ કરવામાં આવતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બૌડા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર તવાઈ બોલાવવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 48 પર ગડખોલ પાટીયા પાસે આવેલી હોટલ રિવેરા ગ્રીનને બૌડાના અધિકારીઓ દ્વારા સીલ કરવામાં આવી છે.
હોટલના બાંધકામ માટે ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કોઈપણ જાતની પરવાનગી લેવામાં ન આવી હોવાનું ધ્યાન આવ્યું હતું જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ હોટલ માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી છે અને ખુલાસા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Latest Stories