રાજ્ય સરકાર દ્વારા તારીખ 17 મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઇસ્કુલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
એમટીએમ ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને અને તેના દ્વારા સ્વચ્છતા અંગેનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચ કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ઠેર ઠેર સ્વચ્છતા અંગેની જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો જોડાયા હતા