અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ઘન વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેક્નોલોજી એટલે પ્લાઝમા ટેક્નોલોજી.આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેક્નોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે

New Update
અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં યોજાયો કાર્યક્રમ
વેસ્ટ કમ્પોઝટ પ્લાન્ટનું કરાયુ ઉદ્ઘાટન
પ્લાઝમા ટેકનોલોજીની પ્રદર્શની પણ યોજાય
કલેકટર તુષાર સુમેરા રહ્યા ઉપસ્થિત
ઉદ્યોગ અગ્રણીઓએ પણ આપી હાજરી
અંકલેશ્વર જીઆઈડીસીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં પ્લાઝમા ટેક્નોલોજી  પ્રદર્શની તેમજ સોલર પેનલ તેમજ વેસ્ટ કમપોસ્ટ પ્લાન્ટનો ઉદઘાટન સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં આજથી ત્રિદિવસીય પ્લાઝમા ટેક્નોલોજી  પ્રદર્શનીનુ આયોજન હાથ ધરાઈ રહ્યુ છે.
ઘન વાયુ અને પ્રવાહીમાં રહેલા અણુ પરમાણુના અતિ સૂક્ષ્મ કણોમાંથી ઉર્જા ઉત્પાદન કરવાની ટેક્નોલોજી એટલે પ્લાઝમા ટેક્નોલોજી.આગામી વર્ષોમાં તમામ વ્યવસાયિકમાં પ્લાઝમા ટેક્નોલોજી માનવીય ગતિવિધિનો અભિન્ન ભાગ બની રહેવાનો છે ત્યારે ભાવી પેઢીને અવગત કરાવાય તેવા ઉદેશ્ય સાથે યોજાયેલ આ પ્રદર્શનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ગાંધીનગરની ટીમ દ્વારા વિવિધ મોડેલ્સનુ નિદર્શન કરવામાં આવ્યુ હતુ.
આ પ્રદર્શિનીનુ ઉદ્ધઘાટન જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કર્યું હતુ.આ નિમિત્તે શાળા સંકુલમાં સોલર પેનલ તેમજ વેસ્ટ કંપોસ્ટ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ એન.કે.નાવડીયા,માનદ મંત્રી હિતેન આનંદપુરા,ઉદ્યોગ અગ્રણી અશોક પંજવાણી,અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી, પ્રબોધ પટેલ ઉપરાંત અમી ઓર્ગેનિકના ચેરમેન નરેશ પટેલ, કે પટેલ કેમો ફાર્માના એમ. ડી. જીતેન્દ્ર પટેલ તેમજ સિદ્ધાર્થ ઇન્ટરકેમના ચંદુ કોલડીયા ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.