અંકલેશ્વર: પોલીસ વિભાગ દ્વારા ઈન્ડ્રસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો

ભરુચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો.

New Update

ભરુચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો.

સાંપ્રત સમયમાં મોબાઈલના યુગમાં સોશ્યલ મીડિયામાં દિનપ્રતિદિન સાયબર ક્રાઈમની ઘટનામાં વધારો થયો છે જે ઘટનાઓને કેવી રીતે અટકાવી શકાય તે માટે ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવી છે.જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝાની અધ્યક્ષમાં યોજાયો હતો.જેમાં ઉદ્યોગકરો સાથે થઈ રહેલ છેતરપિંડીના ગુના અટકાવવા અને સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.આ સેમિનારમાં ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories